• Register
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

212 questions

98 answers

2,441 users

how can we do cancer treatment ? અમે કેન્સરની સારવાર કેવી રીતે કરાવી શકીએ?

નમસ્તે સર

મારી ઊંમર ૪૫ વર્ષ છે. મને કેન્સર થયું છે તો તે મને આયુર્વેદ ના ઈલાજ થી મટી શકે ખરી? અને કેટલા વર્ષ મારે દવા કરવી પડે? 

asked Sep 19, 2013 in આયુર્વેદ by keyur shah
retagged May 16 by admin
Q 1 A 0 C 0
    

1 Answer

 
Best answer

નમસ્તે

વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

1. આપની સમસ્યા પ્રમાણે આપને કેન્સર થયું છે કેન્સરની આયુર્વેદ સારવારના સંદર્ભમાં જોઈએ તો આયુર્વેદે પણ કેન્સરને અસાધ્ય રોગ ગણ્યો છે. તે છતાં કેન્સરના અલગ અલગ સ્ટેજ પ્રમાણે અલગ અલગ ભાગોના કેન્સરના અલગ અલગ પ્રકાર પ્રમાણે તેમાં સારવાર અને તેની શક્યતાઓ બંને અલગ અલગ હોય છે.

2. આપે જે પ્રશ્ર્ન કર્યો છે તેમાં આપણે આપની જાતિ અને કેટલા વખતથી કેન્સર છે? અને કયા સ્ટેજમાં છે? કયા ભાગનું કેન્સર છે? કયા પ્રકારનું કેન્સર છે? તે તમે જણાવ્યું નથી. કેન્સરની આપની અત્યારે સારવાર શું ચાલે છે? ઓપરેશન થયું છે કે નહિં કિમોથેરાપી અને રેડિયોથેરાપી લીધી છે કે નહિં? અને અત્યારે હાલમાં કંઈ કંઈ દવાઓ ચાલુ છે? આપની અત્યારની શારીરિક શકિત અને શારીરિક ક્ષમતા કેટલી છે?

3. આ બધી જ બાબતો એકવાર જો જણાવવામાં આવે તો ચોકકસથી હું તમને જણાવી શકું કે તમને કેન્સરનો ઈલાજ થઈ શકે કે કેમ મટી શકે કે કેમ અને કેટલો સમય સુધી દવા લેવી પડે?

4. એક સામાન્ય માહિતિ આપું તો ચોક્કસથી કહી શકાય કે અમારા ત્યાં કેન્સર ની સારવાર થાય છે. કેન્સરના રેડિયોથેરાપી કિમોથેરાપી લીધેલા દર્દીઓ પણ સારવાર માટે આવે છે ને તે વખતે તે આયુર્વેદિક દવાઓના કારણે કેન્સરની સારવાર થકી શારીરિક જે અક્ષમતા ઉભી થઇ હોય, શરીરની અંદર રેડિયોથેરાપી કે કિમોથેરાપીથી આવેલી થી સાઈડઈફેક્ટ, વધારાની ગરમી, પાચનની અક્ષમતા, શારીરિક દુર્બળતા આ બધાજ પ્રકારના લક્ષણોમાં ચોક્કસથી ફાયદો થાય છે.

5. દર્દી લાંબા સમય સુધી જ્યાં સુધી તેનું જીવન છે ત્યાં સુધી ઓછામાં ઓછી તકલીફથી પોતાનું જીવન વ્યતિત કરી શકે તેના માટે આયુર્વેદિક સારવારનો એક મોટો ટેકો કે બહુ મોટો આધાર દર્દીને મળતો હોય છે. ૧૦૦% કેન્સર મટી શકે કે નહિં તે માટે તેની વિવિધ અવસ્થાઓ કારણભૂત હોય છે. છતાં પણ કેન્સર પણ એક એવો રોગ છે, કે વર્ષોના વર્ષો સુધી શાંત પડ્યા પછી પણ તે ગમે ત્યારે ઉભો થઈ શકે છે અને તેવી સ્થિતિની અંદર આડઅસર રહિત અને શરીરને સક્ષમ બનાવે તે પ્રકારની આયુર્વેદિક સારવાર કરવી જોઈએ તે માટે આપ ચોકકસથી અમારો સંપર્ક કરી શકો છો.

6. જરૂર પડ્યે આયુર્વેદની પંચકર્મની સારવાર પણ આપને લાભદાયી નિવડશે.

૧. વિરેચન કર્મ

૨. બસ્તિકર્મ

૩. શિરોધારા કર્મ

4. નસ્ય કર્મ

5. વમન કર્મ

નોંધ - અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે.  વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - 08.૦૦ થી  04.30 સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram - Join our channels -

Facebook - http://bit.ly/fb_lifecare

Twitter - http://bit.ly/lifecare_twit

Instagram - http://bit.ly/atharva_insta

Pinterest - http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://bit.ly/Drnikulpatel_app


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://qa.lifecareayurveda.com

http://hindi.lifecareayurveda.com

http://qa.hindi.lifecareayurveda.com

http://gujarati.lifecareayurveda.com

http://qa.gujarati.lifecareayurveda.com

answered Sep 13, 2016 by admin
selected May 16 by admin

Related questions

1 answer 3,863 views
3,863 views asked Dec 28, 2012 in સ્થૌલ્ય - વધું વજન by annonymus
1 answer 3,131 views
3,131 views asked Dec 28, 2012 in વાળની સમસ્યા by annonymus
1 answer 684 views
684 views asked Dec 28, 2012 in સાંધાના રોગો by annonymus
1 answer 3,397 views
3,397 views asked May 4, 2017 in જાતિય મૂંઝવણ by annonymus
1 answer 461 views
461 views asked Sep 30, 2013 in વાળની સમસ્યા by annonymus
1 answer 2,987 views
2,987 views asked Jul 18, 2013 in આયુર્વેદ by NILESH PANDYA
1 answer 1,489 views
1,489 views asked Aug 5, 2013 in વંધ્યત્વ by Dipal J. Ajudiya
1 answer 3,349 views
3,349 views asked Jul 22, 2013 in વંધ્યત્વ by tejal patel
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...