વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

135 questions

135 answers

4,496 users

૧૮ વર્ષના પુત્રના ઓછા વજનની સમસ્યા અને શારીરિક નબળાઇ

મારા ૧૮ વર્ષના પુત્રનું વજન માત્ર ૩૮ કિલો છે. ઉંચાઈ પાંચ ફૂટ છે. તેનો વિકાસ થતો નથી તો એમના શરીરનો વિકાસ થાય અને હાડકા મજબૂત બને એવા ઔષધો સૂચવવા વિનંતી.

- મોહનભાઇ પટેલ, ઉધના સુરત

asked Dec 28, 2012 in સ્વાસ્થ્ય by annonymus
edited Apr 19 by admin
Q 32 A 0 C 1
    

1 Answer

 
Best answer

મોહનભાઇ નમસ્તે !!

વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

આપની સમસ્યા પ્રમાણે


આપના પુત્રની મુખ્ય બે સમસ્યા છે. એક તો તેની ઊંચાઇ અને તેનો શારીરિક – માનસિક વિકાસ

૧. સૌ પ્રથમ તો તેની અમુક આદતોમાં પહેલા બદલ લાવવો પડશે.પહેલાં તો તેના મોડે સુધી ઉજાગરા કરવાની અને સવારે મોડે સુધી સૂઇ રહેવાની આદત બદલ્વી પડશે.

સવારમાં થોડો વ્યાયામ અને થોડો સમય ચાલવા અને ખાસકરીને સૂર્યનમસ્કાર યોગય પદ્ધતિ થી નિયમિત રીતે કરતો થાય તે આવશ્યક છે,

૨. તેના ખોરાકમાં બજારના નાસ્તા અથવા તો જંકફૂડને બદલે વિવિધ ફળિ, સૂકોમેવો તથા પૌષ્ટિક દેશી ખોરાકને નવા રૂપરંગમાં સ્વાદિષ્ટ સ્વરૂપે પિરસાય તે આવશ્યક છે.

૩. જમતી વખતે ટીવી જોતા જોતાં જમવાની આદત હોય તો તે પણ બદલવી જોઇએ.

૪. શક્ય હોય ત્યાં ઘરના અન્ય સભ્યો જ્યારે જમવા બેસે ત્યારે જ સાથે જમવા બેસાદવાનો આગ્રહ રાખો.

૫. નીચેના ઔષધો તેને નિયમિત સ્વરૂપે આપવાથી તેનો શારીરિક અને માનસિક વિકાસ યોગ્ય રીતે થશે જ.

૧. અશ્વગંધારિષ્ટ અને સારસ્વતારિષ્ટ બંને પાંચ – પાંચ મિલિ ૨ વાર જમ્યાપછી.

૨. ચિત્રકાદી વટિ એક-એક ગોળી બે વાર જમ્યાપછી.

૩. શુદ્ધ ચ્યવનપ્રાશ – વૈદ્ય એ બનાવેલ હોય તે જ એક મોટો ચમચો – સવાર – સાંજ લેવું. – દૂધ સાથે ન આપવું.

૪. સુવર્ણ વસંતમાલિનીરસ ૧ ગોળી મધ સાથે રોજ સવારે.

બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.

અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.

રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ

૧. પશ્ચિમોતાનાશન

૨, ચક્રાસન

૩. પવન મુક્તાસન

૪. પ્રાણાયામ

નોંધ - અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે.  વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..


વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ 380008

સમય – 10.00 થી  06.30 સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram - Join our channels -

Facebook - http://bit.ly/fb_lifecare

Twitter - http://bit.ly/lifecare_twit

Instagram - http://bit.ly/atharva_insta

Pinterest - http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://bit.ly/Drnikulpatel_app


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://qa.lifecareayurveda.com

http://hindi.lifecareayurveda.com

http://qa.hindi.lifecareayurveda.com

http://gujarati.lifecareayurveda.com

http://qa.gujarati.lifecareayurveda.com

answered Dec 28, 2012 by admin
selected Apr 19 by admin

Related questions

1 answer 6,139 views
6,139 views asked Jan 29, 2013 in કબજિયાત by anonymous
1 answer 792 views
792 views asked May 25, 2013 in વૃદ્ધાવસ્થાનાં રોગો by RIDDHI
1 answer 2,334 views
2,334 views asked Feb 17, 2013 in એસિડીટી by anonymous
1 answer 3,825 views
3,825 views asked Dec 28, 2012 in વૃદ્ધાવસ્થાનાં રોગો by annonymus
1 answer 2,106 views
2,106 views asked Dec 28, 2012 in કબજિયાત by annonymus
1 answer 4,209 views
4,209 views asked Jan 21, 2013 in જાતિય શિક્ષણ by anonymous
1 answer 7,832 views
7,832 views asked Dec 31, 2012 in પેટનાં રોગો by annonymus
1 answer 6,178 views
6,178 views asked Jul 13, 2017 in જાતિય મૂંઝવણ by annonymus
1 answer 2,973 views
2,973 views asked Mar 21, 2016 in જાતિય મૂંઝવણ by nareshmakwana
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...