વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

135 questions

135 answers

4,496 users

મુખમૈથુન અને પ્રેગ્નન્સી ની મૂંઝ્વણ

નમસ્તે સાહેબ !!
એક બાબતથી હું ખૂબ ચિંતિત છું. મેં ત્રણ દિવસ પહેલા સવારમાં મારા પતિનું લિંગ મોંમાં લઇને ચૂસ્યું હતું. ત્યારે કંઇક મીઠું લાગ્યું હતું અને તેમ કરવામાં મને મજા પણ આવી હતી અને મારા પતિને તો આનંદ આવે જ. પણ મને ચિંતા એ થવા લાગી છે કે શું આમ કરવાથી પ્રેગનન્ટ તો નહિં થઇ જવાય ને? મારે બે બાળકો તો છે જ અને હવે મારે બીજું બાળક નથી જોઇતું.
જો આ રીતે પ્રેગ્નન્ટ થવાય તો તેનો રસ્તો બતાવશો.
તેમના લિંગમાંથિ નિકળેલ પ્રવાહી એ શુક્રાણું તો ન હતા ને? કે એવું પ્રવાહી એમ જ નિકળતું હોય છે? તે વખતે તેમનું લિંગ એકદમ કડક અને ટટ્ટાર હતું અને તે વખતે ચૂસવાથી આવો મીઠો સ્વાદ આવ્યો હતો એટલે મને ચિંતા વધારે થાય છે. મેં પહેલી વખત  જ આમ કર્યું. શું બીજી વાર આ રીતે કરવાથી પ્રેગનન્ટ થઈ જવાય. મને વિગતવાર માર્ગદર્શન આપશો.
મુખમૈથુન વિશે વધુ સમજ આપશો.
કેવા પ્રકારની ભૂલથી ગર્ભ રહી જાય અને ગર્ભ ન રહે તે માટેના યોગ્ય ઉપાયો બતાવશો.
- હિરલ પટેલ - મુંબઇ

asked Jan 21, 2013 in જાતિય શિક્ષણ by anonymous
edited Apr 27 by admin
    

1 Answer

 
Best answer

નમસ્તે

વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

આપના પ્રશ્નના જવાબ આ પ્રમાણે વિગતવાર છે, વધુ માહિતી માટે ઇમેઇલ કરશો.

૧. તમારા પતિના લિંગ પરથી જે પહેલા પ્રવાહી નિકળ્યું હતું તે વીર્ય ન હતું, તે તો જ્યારે જ્યારે પણ પુરુષ ઉત્તેજિત થાય ત્યારે પ્રત્યેક ના લિંગમાંથી થોડા પ્રમાણમા ચીકણું પ્રવાહી નિકળે જ અને તે સમાગમ દરમ્યાન ઉંજણ નું કામ કરે છે. શુક્રાણું તો જ્યારે તે ચરમ અવસ્થામાં પહોંચે ત્યારે જોરથી જે પાણી છૂટે તેમાં જ આવે.

૨. કોઇપણ સ્ત્રી ત્યારે જ પ્રગ્નન્ટ બને જ્યારે શુક્રાણું યોનિમાર્ગ દ્વારા ગર્ભાશયમાં પ્રવેશ કરે. મુખમૈથુન દ્વારા વીર્યના શુક્રાણું મોંમા જતા હોઇ તે ગર્ભાશય સુધી પહોંચી ન શકે તેથી પ્રેગનન્સી ક્યારેય ન રહે. એટલા માટે ફરીથી કદાચ વીર્ય મોંમા આવી પણ જાય તો પન કદીયે પ્રેગ્નન્સી રહે જ નહીં.

૩. મુખમૈથુન ની વિગતવાર થોડી સમજ -

 તમે પહેલી વાર મુખ મૈથુન કર્યુ અને તેમાં તમને અને તમારા પતિ બન્ને ને આનંદ આવ્યો અને તમને બીજી વાર કરવાનું મન થયું. સેક્સના વિવિધ પ્રકારોમાં મુખમૈથુન એ પણ એક એવો પ્રકાર છે જેમાં મુખ દ્વારા - જીભથી જાતિય અંગોને ઉત્તેજીત કરાવીને ચરમસીમા સુધી લઇ જવાય છે અને આ પ્રકારમાં ક્યારેય પ્રેગનન્સી રહેવાનો  ભય નથી રહેતો અને એટલે જ કુંવારા છોકરા - છોકરીઓ આ પ્રકારને વધુ પસંદ કરે છે.

સામાન્ય રીતે જાતિય જીવનમાં એક જ પ્રકારના સેક્સથી કંટાળી ન જવાય તે માટે આ પ્રકારથી ક્યારેક ક્યારેક બદલ પણ જાતિય જીવનને વધું આનંદદાયક બનાવે છે.

ક્યારેક સાથી ને જો ઉત્તેજના ન હોય તો સ્ત્રી કે પુરુષ પોતાના સાથીને ઉત્તેજીત કરવા માટે પણ આનો ઉપયોગ ફોરપ્લે તરીકે કરીને પછી પૂર્ણ સેક્સ નો આનંદ લેતા હોય છે.

જેમ આપે તમારા પતિના લિંગને ચૂસ્યુ તે રીતે પુરુષ દ્વારા પણ યોનિ ને જીભ દ્વારા સ્પર્શ આપીને સેક્સ કરી શકાય છે અને બીજા એક પ્રકારમાં બન્ને એક સાથે એકબીજાને મુખમૈથુન કરે છે.

લગ્નજીવનના એકસરખા ચાલતા રહેલા ક્રમમાં આ રીતે અલગ અલગ રીતો એ જાતીય જીવનને મધુર ચોક્કર બનાવે છે, પણ મુખમૈથુન એ પતિ-પત્નિ બન્નેની સહમતિ થી જ થવું યોગ્ય છે. જબરદસ્તી એ અયોગ્ય છે.

મુખમૈથુન પૂર્વે બન્નેના જાતીય અંગોની યોગ્ય રીતે સફાઇ થયેલી હોવી આવશ્યક છે અને મોંમાં કોઇ કારણથી ચાંદા પડ્યા હોય તો તે સારું ન થા ત્યાં સુધી પરેજી પાળવી જરુરી છે.

૪. પ્રેગનન્સી રહેવા માટેની ભૂલો

- સંપૂર્ણ રીતે કોઇપણ પ્રકારનાં ઉપકરણ - જેવા કે કોન્ડૉમ કે ગર્ભનિરોધક ગોળી વગેરે નો ઉપ્યોગ કર્યા વિના સંભોગ થાય અને વીર્ય એ યોનિમાં જ નિકળી જાય તો ગર્ભ રહેવાની શક્યતા રહે જ.

- ઘણી વાર ઘણાં કપલ સમાગમના છેલ્લા સમયે લિંગ બહાર કાઢીને વીર્ય બહાર જ સ્ખલિત થઇ જાય તે રીતે ગર્ભ રહેતો અટકાવવાનો પ્રયત્ન કરતા હોય છે. પણ ક્યારેક તેમાં ભૂલ થઇ જાય તો ગર્ભ રહી શકે છે.

- યોનિની બહાર વીર્ય નીકળે પણ ધ્યાન બહાર થોડો ભાગ જો અંદર સરકી જાય તો પણ ગર્ભ રહી શકે.

૫.પ્રેગનન્સી ન રહે તે માટે આટલા ઉપાયો કરી શકાય.. જેમાં પ્રેગનન્સી રહેતી નથી.

- પરિવાર નિયોજન માટેનું ઓપરેશન કરાવીને કાયમ માટે નિશ્ચિંત થઇ જવાય.

- કૉપર-ટી

- કોન્ડૉમ નો ઉપયોગ

- ગર્ભ નિરોધક ગોળી

- મુખમૈથુન

- હસ્તમૈથુન

વધું જાણકારી માટે આપના પ્રશ્નો આવકાર્ય છે.

નોંધ - અહિં આપવામાં આવતી તમામ માહિતી એ જાતીય સમસ્યા માટે જાગૃતિ અને જિજ્ઞાસુઓ માટે જ છે.

અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે.  વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..


વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ 380008

સમય – 10.00 થી  06.30 સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram - Join our channels -

Facebook - http://bit.ly/fb_lifecare

Twitter - http://bit.ly/lifecare_twit

Instagram - http://bit.ly/atharva_insta

Pinterest - http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://bit.ly/Drnikulpatel_app


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://qa.lifecareayurveda.com

http://hindi.lifecareayurveda.com

http://qa.hindi.lifecareayurveda.com

http://gujarati.lifecareayurveda.com

http://qa.gujarati.lifecareayurveda.com

answered Jan 21, 2013 by admin
edited Apr 27 by admin

Related questions

1 answer 4,318 views
4,318 views asked Jan 18, 2013 in જાતિય શિક્ષણ by anonymous
1 answer 3,567 views
3,567 views asked Dec 28, 2012 in જાતિય શિક્ષણ by annonymus
1 answer 2,828 views
2,828 views asked Dec 28, 2012 in જાતિય શિક્ષણ by annonymus
1 answer 17,473 views
17,473 views asked Dec 31, 2012 in જાતિય મૂંઝવણ by annonymus
1 answer 1,838 views
1,838 views asked Dec 28, 2012 in વંધ્યત્વ by annonymus
1 answer 9,977 views
9,977 views asked Dec 28, 2012 in પુરુષ સેક્સ સમસ્યા by annonymus
1 answer 4,707 views
4,707 views asked Dec 28, 2012 in પુરુષ સેક્સ સમસ્યા by annonymus
1 answer 2,143 views
2,143 views asked Apr 24, 2013 in જાતિય મૂંઝવણ by pranaypatel
1 answer 1,449 views
1,449 views asked Dec 31, 2012 in જાતિય મૂંઝવણ by annonymus
1 answer 6,178 views
6,178 views asked Jul 13, 2017 in જાતિય મૂંઝવણ by annonymus
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...