વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

135 questions

135 answers

4,496 users

હસ્તમૈથુનની આડઅસર અને નપુંસકતા જેવી સ્થિતિ

નમસ્તે !

સાહેબ મારી ઉંમર ૨૫ વર્ષની છે અને છેલ્લા નવ વર્ષથી નિયમિત રૂપે હસ્તમૈથુનની આદત રહેલી છે અને તેને કારણે મને હવે મારા લિંગમાં ઉત્તેજના નો અભાવ જોવા મળે છે. હવે જ્યારે પણ મને ઉત્તેજના થાય છે ત્યારે પહેલા જેવી ઉત્તેજના જોવા મળતી નથી.

શું આ પરિસ્થિતિ એ રોજ હસ્તમૈથુન કરવાને કારણે છે? આનો ઉપાય શું? અને મારા લગ્નજીવનમાં કોઇ તકલીફ તો નહિં પડે ને?

(I am 25 old. I masturbating from last 9 year regularlyi want to know that masturbating effects in penis erection

sir i cant get harder erection like before.deos everyday masturbation from last 8 year is bad for erection?)
asked Mar 6, 2013 in જાતિય મૂંઝવણ by anonymous
retagged Apr 27 by admin
    

1 Answer

 
Best answer

નમસ્તે

વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

આપને જે સમસ્યા લાગે છે તેવી સમસ્યા એ ઘણાં બધા આપની ઉંમરના યુવકોમાં જોવા મળે છે. ખાસ કરીને લગ્ન પહેલા આવી મૂંઝવણ મોટેભાગે જોવા મળતી હોય છે.

યુવાવસ્થા શરૂ થતાંની સાથે જ હસ્તમૈથુન ની આદત ખાસ કરીને શરૂ થઇ જતી હોય છે અને આ ઉંમરમાં આવતા જાતિય આવેગો માટે હસ્તમૈથુન એ જ વધારે સારો અને હાથવગો ઉપાય હોય છે. 

સામાન્ય રીતે હસ્તમૈથુન માટે ઘણી બધી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે જેના માટે વિગતવાર ક્યારેક વાત કરીશું. પણ અઠવાડિયામાં એક-બે વાર કરવામાં આવતા હસ્તમૈથુનની સાથે જો પૌષ્ટિક ખોરાક પણ લેવામાં આવે તો આવી સમસ્યા સર્જાવાની શકયતાઓ નહિવત્ત રહે છે. 

પરંતું વધારે પ્રમાણમાં હસ્તમૈથુન ને કારણે લિંગમાં ધીમે - ધીમે ઉત્તેજના ઘટવા લાગે છે. એટલું જ નહિં પણ જલ્દીથી ઉત્તેજના આવવી પણ મુશ્કેલ બને છે અને તે ઉત્તેજના મેળવવા માટે અનેક પ્રયાસો કરવામાં તકલીફ વધુ ને વધુ વધતી જાય છે. 

મોટેભાગે યુવકો એવું વિચારે છે કે મને અત્યારે ઉત્તેજના ઓછી થઇ ગઇ છે તો લગ્ન પછી ઉત્તેજના નહિં જ આવે ને? આ વિચાર એ તદ્દ્ન ભૂલ ભરેલો છે અને તેના ટેન્શનમાં આત્મવિશ્વાસ ખૂટવાથી આ તકલીફ વધુ ને વધુ જાળ ફેલાવે છે. 

૧. આના સરળ ઉપાય માં સૌ પ્રથમ તો હસ્તમૈથુન નું પ્રમાણ ઓછું કરી દો અને તેના માટે આપનું ધ્યાન બીજી અન્ય જગ્યાએ કેન્દ્રિત કરી દો. 

૨. બજારનાં નાસ્તા, તીખું, તળેલું, વાસી ખોરાક વગેરેની જગ્યાએ તાજો ખોરાક, ઘી, દૂધ અને માખણ વાળો ખોરાક, ફળો, સૂકોમેવો વગેરે વધુ ને વધુ આરોગો.

૩. યોગ, પ્રાણાયામ, હલવી કસરતો વગેરે નિયમિત કરો.

૪. અશ્લિલ સાહિત્ય, ફિલ્મ કે વેબસાઇટથી દૂર રહો.

આ ઉપરાંત આયુર્વેદના શાસ્ત્રમાં તો લગ્ન ના બે-ત્રણ મહિના અગાઉ દરેક પુરૂષે જાતિય શક્તિ વધે તેવા ઔષધોનું નિત્ય સેવન કરવું જોઇએ તેવો ઉલ્લેખ છે. આપના કેસમાં પણ આપના લગ્ન નાં ત્રણ - ચાર મહિના પહેલાંથી નીચેના ઔષધો લેવાનું શરૂ કરી દેવાથી કોઇ પ્રશ્ન નહિં આવે અને આપ સુખેથી લગ્નજીવનનો આનંદ માણી શકશો.

આપ નીચે પ્રમાણે સારી ફાર્મસીની આયુર્વેદિક દવાઓ શરૂ કરીને આપની સમસ્યાનું સમાધાન મેળવી શકો છો.

૧. શુદ્ધ મકરધ્વજ વટી  એક ગોળી સવાર સાંજ મધ સાથે - જમ્યા પહેલા કે પછી ગમે ત્યારે લઇ શકાય

૨. વૃષ્ય ટેબલેટ બે ગોળી સવાર સાંજ પાણી સાથે - જમ્યા પહેલા કે પછી ગમે ત્યારે લઇ શકાય

૩. આત્મગુપ્તા ટેબ બે ગોળી સવાર સાંજ પાણી સાથે - જમ્યા પહેલા કે પછી ગમે ત્યારે લઇ શકાય

૪. વરદા ટેબ બે ગોળી સવાર સાંજ પાણી સાથે - જમ્યા પહેલા કે પછી ગમે ત્યારે લઇ શકાય

૫. વાજીકરણ તેલ બાહ્ય ઉપચાર માટે - લિંગ પર માલિશ કરવાથી નબળી પડેલી નસો મજબૂત બનશે.

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.

રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ

૧. પશ્ચિમોતાનાશન

૨, ચક્રાસન

૩. પવન મુક્તાસન

૪. પ્રાણાયામ


નોંધ - અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે.  વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..


વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - 08.૦૦ થી  04.30 સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram - Join our channels -

Facebook - http://bit.ly/fb_lifecare

Twitter - http://bit.ly/lifecare_twit

Instagram - http://bit.ly/atharva_insta

Pinterest - http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://bit.ly/Drnikulpatel_app


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://qa.lifecareayurveda.com

http://hindi.lifecareayurveda.com

http://qa.hindi.lifecareayurveda.com

http://gujarati.lifecareayurveda.com

http://qa.gujarati.lifecareayurveda.com

answered Mar 20, 2013 by admin
edited Apr 27 by admin

Related questions

1 answer 2,143 views
2,143 views asked Apr 24, 2013 in જાતિય મૂંઝવણ by pranaypatel
1 answer 17,473 views
17,473 views asked Dec 31, 2012 in જાતિય મૂંઝવણ by annonymus
1 answer 1,896 views
1,896 views asked Jul 19, 2016 in જાતિય મૂંઝવણ by ar khan pathan
1 answer 9,977 views
9,977 views asked Dec 28, 2012 in પુરુષ સેક્સ સમસ્યા by annonymus
1 answer 2,828 views
2,828 views asked Dec 28, 2012 in જાતિય શિક્ષણ by annonymus
1 answer 1,838 views
1,838 views asked Dec 28, 2012 in વંધ્યત્વ by annonymus
1 answer 6,179 views
6,179 views asked Jul 13, 2017 in જાતિય મૂંઝવણ by annonymus
1 answer 1,449 views
1,449 views asked Dec 31, 2012 in જાતિય મૂંઝવણ by annonymus
1 answer 4,209 views
4,209 views asked Jan 21, 2013 in જાતિય શિક્ષણ by anonymous
1 answer 4,707 views
4,707 views asked Dec 28, 2012 in પુરુષ સેક્સ સમસ્યા by annonymus
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...