વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

વજન વધારવા માટે શું ખાવુ ?

asked May 23, 2013 in ઓછું વજન by mahesh1798
recategorized Jan 4, 2016 by Drnikulpatel
Q 1 A 0 C 0
વજન વધારવા માટે શું ખાવુ ?

મારી ઊંમર ૨૬ વર્ષ  ની છે પણ મારુ વજન ખુબ જ ઓછુ છે ને મારે વજન વધારવુ છે તો ખોરાકમાં શુ લઈ શકાય? અને દૂધ માં કયો પાવડર પી શકાય? તેના કારણે મારા સગપણ પણ નથી થતાં તો યોગ્ય ઊપાય જણાવશો?
    

1 Answer

answered Jan 4, 2016 by Drnikulpatel
edited Apr 11, 2018 by admin

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે

આપની ઉંમર ૨૬ વર્ષ છે. 
     સામાન્ય રીતે વજન અને ઉંચાઈ એ આધુનિક વિજ્ઞાનના એક માપદંડ છે. પણ તે દરેક અંશે સાચા હોતા નથી વજન તે જ માત્ર સ્વાસ્થ્ય નો માપદંડ નથી. પણ વધારે પડતું વજન ઘટવાનુ શરુ થવુ તે રોગ છે. પણ આજની ફેશનની દુનિયામાં મારે કેવા દેખાવું? જેનુ વધારે વજન છે તે લોકો ઘટાડવા માટે મથે છે અને જેનુ ઓછું વજન છે તે લોકો વધારવા માટે મથે છે.આવા સમયે દરેકને એવું થાય કે હું સ્વસ્થ હોઈશ કે નહિં મારું વજન વધારે છે કે ઓછું છે. આપણો વજન માટેનો માપદંડ જે છે તે જો આ દિશામાં હોય તો ખરેખર ખોટો છે. વજન અને સ્વાસ્થ્ય તેને એક રીતે કોઈ લેવાદેવા નથી. કારણકે વજન નો આધાર એ આયુર્વેદની દ્રષ્ટિએ માંસ અસ્થિ એટલે કે હાડકા માંસ એટલે કે માંસપેશીઓ  આ બધા ઉપર હોય છે. તેથી ઘણીવાર એમ પણ બને કોઈનું શરીર ફૂલેલું હોય અને વજન ઓછું હોય ને કોઈ નું શરીર દેખાતું જાડું ન હોય અને પણ વજન વધારે હોય તો આવી રીતે માતા- પિતા તરફથી જે કંઈ પણ બાંધો મળ્યો છે તે બાંધા પ્રમાણે વજન હોઈ શકે.
    આપની સમસ્યામાં આપને એવું લાગે છે કે આપનું વજન ઓછું છે ને આપને વજન વધારવું છે. ક્યાંક વધારે પડતાં પાતળા દેખાવાના કારણે પણ વજન વધારવાની જરૂર લાગતી હોય તો તેવા સમયે સૌથી મહત્વની વસ્તુ એ છે કે તમારી દિનચર્યા ને યોગ્ય બનાવી પડે. 

નીચેની બાબતોનું ધ્યાન રાખીશું તો ચોક્કસ થી વજનમાં ફરક પડશે.

(૧) પાચનક્રિયા તમારી બરાબર હોવી જોઈએ.જે વધારે સારી બની રહે તે માટે સવારે વહેલા ઉઠીને ચાલવાનું

દોડવાનું પ્રાણાયમ, યોગાસન હળવી કસરતો આ બધુ જ કરવું જોઈએ.સૂર્યોદય પહેલા ઉઠવું જોઈએ.

(૨) જ્મ્યા પછી વજ્રાસનમાં પાંચ મિનિટ બેસવું જોઈએ. તરત જ સૂઈ જવું ન જોઈએ.

(૩) રાત્રે નિયમિત સમયસર સૂઈ લેવું જોઈએ.

(૪) ખોરાક સમયસર અને ખાસ કરીને ભૂખ લાગે ત્યારે લેવો જોઈએ.

(૫) ખોરાકમાં દૂધ, ઘી,મીઠાઈ, સૂકો મેવો, અડદિયો, અડદિયાપાક, વગેરેનું પ્રમાણ વધારવું જોઈએ.

(૬) જરૂર પડે તો અશ્વગંધાદિ ચૂર્ણ દૂધમાં સવાર - સાંજ ૧-૧ મોટી ચમચી લેવું, અથવા તો  કૌચાપાક, અથવા તો ચ્યવનપ્રાશ નિયમિત રીતે એ લઈ શકાય.

(૭) વજન વધારવા માટે ખાસ કરીને જ્યારે પાચનશકિત નબળી હોય અને માંસપેશીઓ પણ મજબૂત ન હોય તેવા સમયે તલના તેલનું શરીર પર માલિશ પણ કરી શકાય. આ પ્રક્રિયા નિયમિત રીતે એક – બે વર્ષ કરવાથી તમારું કાયમીરીતે તે વજન સેટ થઈ જશે.                     

  •   બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
  •   અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.
  •   આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.

.
નોંધ - અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે.  વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે. 

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.


વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

facebook : https://www.facebook.com/askayurveda

Twitter : https://twitter.com/atharvaherbal

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો

http://www.jsdl.in/DT-1111QEBKV7


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે

આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://www.qa.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com

http://www.qa.hindi.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com

http://www.qa.gujarati.lifecareayurveda.com

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

210 questions

93 answers

2,237 users

Related questions

1 answer 3,244 views
asked Dec 28, 2012 in સ્થૌલ્ય - વધું વજન by annonymus
1 answer 3,234 views
asked Jul 22, 2013 in વંધ્યત્વ by tejal patel
1 answer 1,434 views
asked Aug 5, 2013 in વંધ્યત્વ by Dipal J. Ajudiya
1 answer 2,711 views
asked Jul 18, 2013 in આયુર્વેદ by NILESH PANDYA
1 answer 445 views
asked Jun 17, 2013 in જાતિય મૂંઝવણ by abchubhai
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...