• Register

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

209 questions

92 answers

1,916 users

શીઘ્રપતન અટકાવવાના ઉપાયો જણાવો

નમસ્તે સાહેબ.

મારા મેરેજ ને એક મહીનો થયો છે પણ હું મારી પત્નિ ને પૂરતો સંતોષ નથી આપી શકતો મને જલ્દી વીર્ય સ્ખલન થઈ જાય છે. તે માટે મને આયુર્વેદ ઊપચાર જણાવશો?

asked May 29, 2013 in જાતિય મૂંઝવણ by rajput dilip
edited Jan 8, 2016 by Drnikulpatel
Q 1 A 0 C 0
    

1 Answer

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે
    લગ્નજીવનની શરૂઆતમાં આ પ્રકારની સમસ્યા થવી એ નોર્મલ બાબત છે. સામાન્ય રીતે વધારે પડતી ઉત્તેજનાને કારણે થઈને પણ શીઘ્ર સ્ખલન થવું એ શક્ય છે. આવા સમયે ધીરે ધીરે આ સેટ થઈ જતું હોય છે. તે છતા પણ ઘણીવાર વધારે પડતી હસ્તમૈથુનની લગ્ન પહેલાની આદતો પણ  શીઘ્ર સ્ખલન માટે પણ કારણભૂત બની રહે છે. તમારા પત્નીને સંતોષ નથી થતો તે વાત આપને પણ ચિંતા કરાવે. પણ જ્યારે પણ તમે સમાગમ કરો છો ત્યારે વચ્ચે થોડો રેસ્ટ રાખીને સ્ખલન થતાં પહેલાં અટકી જઈને જો તમે ફરીથી થોડીવાર રહીને સેકસ ચાલુ કરશો તો ધીરે ધીરે આગળ વધશે. સાથે સાથે ફોર પ્લે અને બીજી સેકસ ને લગતી બાબતોનો ધ્યાન રાખશો તો તમારી પત્નીને પણ સંતોષ મળશે ને તે તમે સારી રીતે લગ્નજીવન માણી શકશો. આવશ્યક અનુસાર તમે દવાઓ પણ લઈ શકો છો.જેના માટે આપ યોગ્ય આયુર્વેદિક ડૉકટરનો સંપર્ક પણ કરી શકો. અથવા તો તમે નીચેની દવા પણ શરૂ કરી શકો.

નીચે પ્રમાણે ના ઔષધો આપ ૫-૬ મહિના ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.

૧. સુવર્ણ મકરધ્વજ વટી ૧ ગોળી સવારે - ૧ ગોળી સાંજે
૨. શુક્ર સ્તંભનવટી ૨ ગોળી સવારે - ૨ ગોળી સાંજે 
૩. આત્મ ગુપ્તા ટેબલેટ ૨ સવારે - ૨ સાંજે 
૪. વૃશ્ય ચૂર્ણ એક ચમચી દૂધ સાથે દિવસમાં ૨ વાર

  • બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
  • અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.
  • દૂધ, ઘી, માખણ, અડદિયાપાક તેમજ પૌષ્ટિક આહાર વધારે લેવો.

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

નોંધ - અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે.  વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે. 

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.


વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

facebook : https://www.facebook.com/askayurveda

Twitter : https://twitter.com/atharvaherbal

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો

http://www.jsdl.in/DT-1111QEBKV7


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે

આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://www.qa.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com

http://www.qa.hindi.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com

http://www.qa.gujarati.lifecareayurveda.com

answered Jan 8, 2016 by Drnikulpatel
edited Apr 11 by admin

Related questions

1 answer 1,215 views
1,215 views asked Aug 5, 2013 in વંધ્યત્વ by Dipal J. Ajudiya
1 answer 371 views
371 views asked Jun 17, 2013 in જાતિય મૂંઝવણ by abchubhai
1 answer 3,055 views
3,055 views asked Jul 22, 2013 in વંધ્યત્વ by tejal patel
1 answer 2,283 views
2,283 views asked Jul 18, 2013 in આયુર્વેદ by NILESH PANDYA
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...